આજે હું જે કંઈ છું તે તારી જ દેન છે ,
ઉદાસ કે ખુશ છું , તું તો જાણે જ છે વળી તને શું કહેવાનું ?
સુખી કે દુ:ખી એ તો તું જ જાણે એ તને શું કહેવાનું ?
નથી જાણતો એવું તું ના કહેતો , હું તો જાણું છું કે -
તું કંઈક ઓર જ છે !
નાનાથી મોટો કરી તે જરૂર ઉપકાર કર્યો પણ બસ હવે ,
નથી કહેવું ખોટું લાગશે તને ,રહેવા દેને બસ હવે ;
શું તે બાકી રાખ્યું છે એ તો જાણતો જ હશે બસ હવે -
તું માટે કંઈક ઓર છે !
ચાલતા -ચાલતા નીચે પડી ના જાઉં તે તું જુએ છે ,
હરતા -ફરતા બધું જ ધ્યાન રાખે છે ને તો એ તને ,
કેટકેટલો લડતો રહું છું તે તો જાણતો જ હશે ને-
તું એથી ક્યાં અજાણ છે !