શનિવાર, 13 ફેબ્રુઆરી, 2016
બાળ દત્તક યોજના
શનિવાર, 6 ફેબ્રુઆરી, 2016
દાન
જાતને ઘસીને જે મળ્યું તેમાં કંઇ સ્વાદ છે,
રાતની રાતના જે કર્યા છે ઉજાગરા તે,
વાતને વિચારતાં સવાર થઇ ગઇ 'તી,
ક્યાંક એ વિચારમાં ને વિચારતાં જે :
હૈયું ભરાઇ જાતું ને એમાંથી જ કંઇક.
શું આ જગમાં બધાને સગવડ છે,
આપણે તો શું કરી શકીએ તોયે,
છે એમાંથી થોડુંક હળવું કરીએ ને,
બીજું કંઇ નહિ પણ આપણા ભાઇને,
કે બહેન ને મદદ કરતા થઇએ.....
દાનની વાતો કરીને તકતીમાં નામ જોશે,
અહીં ના કોઇ નામ જોવા મળશે તમને,
બાળકોને પ્રેરણા થકી કંઇક કરીએ જો,
જીવન કદાચ એનું બદલાઇ જશે તો,
આશિર્વાદ એના લઇએ તો ઘણું થઇ જશે.....
મંગળવાર, 26 જાન્યુઆરી, 2016
શનિવાર, 23 જાન્યુઆરી, 2016
Real life
આજ અને કાલ ક્યાં વહી જાય ..
માન અને સન્માન માં ક્યાં રહી જવાય ?
માંગ અને આપમાં કંઇ ભૂલી જવાય..
દેનાર તો દઇ દે છે પણ ક્યાં વપરાય
?
એ ક્યાં સમજાય છે ....
જગત આખુ ખાલી કે ભરેલુ ?
લાલચ અને લોભમાં હું કોણ છું ?
માગવા જતાં ,ક્યાંક આપવાનું ભૂલી જવાય છે....
એ તો દિલદાર થઇને દઇ બેઠો,
મનોમન કદાચ પસ્તાવો થાતો હશે...
ક્યાંક હું ભૂલ તો નથી કરી બેઠો ?
જીવ તો શિવ થાશે,એમ જાણીને...
માન અને સન્માન માં ક્યાં રહી જવાય ?
માંગ અને આપમાં કંઇ ભૂલી જવાય..
દેનાર તો દઇ દે છે પણ ક્યાં વપરાય
?
એ ક્યાં સમજાય છે ....
જગત આખુ ખાલી કે ભરેલુ ?
લાલચ અને લોભમાં હું કોણ છું ?
માગવા જતાં ,ક્યાંક આપવાનું ભૂલી જવાય છે....
એ તો દિલદાર થઇને દઇ બેઠો,
મનોમન કદાચ પસ્તાવો થાતો હશે...
ક્યાંક હું ભૂલ તો નથી કરી બેઠો ?
જીવ તો શિવ થાશે,એમ જાણીને...
જીંદગી અમૂલ્ય છે....જીવતાં આવડી જાય જો..
બાકી તો ધૂળ ધાણી ની જેમ વેડફી નાખો તો..
એ જ જીંદગી દગો દે છે...
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)